તને યાદ છે ને?….Spandan

મે મોક્લ્યો તો વરસાદ તને યાદ છે ને?
પછી ચાતક જેવો સાદ તને યાદ છે ને?

કાગળ લખીને મે નાવ બનાવી હતી …
પછી બારે મેઘ ખાંગા તને યાદ છે ને?

સાચવી રાખ્યાં હતા ચાર પાંચ બુંદોને,
રુમાલમા ભર્યો તો વિસાદ તને યાદ છે ને?

સહેજ આંખો પલાળી, તુ ઉભી રહી આઘી..
કોરેકોરા  હતા ઉન્માંદ તને યાદ છે ને ?

પછી તો વરસાદ પણ ક્યા રહ્યો છે એવો,
આવે છે માત્ર તુ યાદ, એ તને યાદ છે ને ?

નિકેતા વ્યાસ ………………./૨૬/૨૦૧૪